
ડો. પિંકેશકુમારનુ નવરંગપુરામાં આવેલુ ક્લિનીક બારેમાસ ધમધોકાર ચાલતુ… તેઓ ગાયનેકની પ્રેકટીશ કરતા હતા…. પણ પોલિસ ડિપા. અને હેલ્થ ડિપા. માં સારી વગ ધરાવતા…. શહેરની આલિશાન ક્લબમાં મેમ્બર હોઇ ઘણા પ્રતિષ્ઠિત વર્ગને ઓળખતા… ચાલિસી વટાવી હોવા છતાં ખાસ કરીને યંગસ્ટર સાથે સારે ફ્રેન્ડશીપ હતી….…
અને આ બધુજ તેમના પ્રોફેશનનો નહીં પણ બિઝનેશનો એક પાર્ટ હતો… આમાંથીજ મોટા ભાગના તેમના પેશન્ટ નહીં પણ કસ્ટમર હતા…
સમાજમાં પોપ્યુલેશન કંટ્રોલ કરવામાં તેમનો ઘણો ઉમદા ફાળો હોઇ સોશિયાલિસ્ટ થી પોલિટીશિયન સાથે ઘરોબો રહેતો…
પોપ્યુલેશન સાથે જ તેઓ પોલ્યુશન કંટ્રોલમાં પણ માનતા હોઇ રોજ પાંચ- છ કિલો જેટલો નિકળતો એબોર્શનના બાયોવેસ્ટ ના નિકાલ માટે તેમણે નેચરલ ઉપાય શોધી કાઢ્યો હતો અને તેથીજ લાંભાથી સહેજ આગળ જતા તેમનુ આલિશાન ફાર્મ હતુ જ્યાં લેટેસ્ટ ફેસિલીટી વાળા ફાર્મ હાઉસની સાથે વિશાળ જગ્યામાં રોઝ પ્લાન્ટેશન કરેલુ…
ફાર્મ હાઉસ વાપરવા માટેનો એક નિયમ હતો… જે વાપરે તેણે રેન્ટ નહીં આપવાનુ પણ ત્યાં કરેલા એન્જોયમેન્ટ ના રિઝલ્ટનો નિકાલ પોતાના ક્લિીનીક માંજ કરાવવો… હા તે નિકાલ માટે ભારે ફિ હતી… હોય જને પ્રતિષ્ઠા જો જાળવવાની હોય તો….
તેમના ફાર્મ માં થતા ગુલાબ ખુબજ ખીલેલા ને મોટા જથ્થામાં થતા… પેલા બાયો વેસ્ટનુ ફર્ટીલાઇઝેશન થવાથી….
આ ગુલાબની મંદિરોમાં અને સ્મશાન ઘાટ આગળ ખુબ ડિમાન્ડ રહેતી… આ ગુલાબથી ભગવાનને અને ભગવાન પાસે પંહોચેલાને ટાઢક મળતી તેવી વાયકા હતી…. હવે માર્કેટીંગ આઈડીયા તો હોવાજ જોઇએને!!!!
સાબરમતીના કાંઠે ઝુંપડામાં રહેતા અમુક શ્રમજીવીઓને રોજગારી પણ આ જ ગુલાબથી મળી રહેતી… કેમકે રિવરફ્રન્ટ બનતા સાબરમતીને ચોખ્ખી રાખવી પડે… પેલા મંદિરમાંથી ભગવાનને ચડેલા પુજાપને અને સ્મશાનઘાટે અગ્નિદાહ પહેલા ઉતારી લીધેલી ગુલાબની ચાદર-હાર- પુષ્પગુચ્છ વગેરેને કચરાપેટીમાં નાખે તો ધાર્મિક લાગણી દુભાય… તેના કરતા નદીમાં પધરાવવા સારા… પણ નદીમાં પધરાવયા પછી તેને ચોખ્ખી રાખવા પેલા શ્રમજીવી તરત તે ગુલાબ-ફુલોને નદીમાંથી કાઢી સ્વચ્છતા અભિયાનમાં મદદરુપ થતા… કાઢેલા આવા ગુલાબને નદી કિનારે કે ગટરના કાંઠે સુકવી દેતા… સુકવેલા ગુલાબ માંથી બનતા ગુલકંદને સરસ પેક કરીને સુપર માર્કેટમાં વેચાણ માટે મુકાતા… મગજને ઠંડક આપતુ ગુલકંદ….
જ્યારે જ્યારે ડો. પિંકેશકુમાર ક્લ્બ માં પાર્ટી આપે ત્યારે આ ઉચ્ચ ક્વોલિટીના ગુલકંદનાજ મિલ્કશેક બનતા….
હા … તો… હવે કુદરતની સાયકલ જુવો…. ક્લ્બ… ફાર્મ હાઉસ…. ક્લિનીક… રોઝ પ્લાન્ટેશન…ગુલાબ…. મંદિર….સ્મશાન… ગુલકંદ…. મિલ્ક- રોઝ શરબત… પાર્ટી… અને ફરી ક્લબ….