
હાળુ સવારે ઉઠ્યો તો તેણે ગુસ્સા વાળુ મોઢુ લઇને “જય શ્રી કૃષ્ણ” કહ્યુ… આપણે તો ડઘાઇજ ગયા કે આજે આવી બનવાનુ…..
ન્હાયા પછી કયો ડ્રેસ પહેરવો તેનીય કચકચ ચાલી… આ લિનન શર્ટ નહીં…આજે ઠંડી વધારે છે, આ ફુલ સ્લીવનો જીન્સ શર્ટ પહેરો….
પછી પેન્ટ માટે વિચાર્યુ કે ચલો જીન્સ શર્ટ સાથે જીન્સ પેન્ટ પહેરીએ, હજુ વોર્ડરોબમાંથી પેન્ટ કાઢ્યુ ત્યાંજ “અંહ…. વર્કર જેવા લાગશો…જીન્સ જીન્સ પહેરીને… કપડા કેવા મેચીંગમાં પહેરવા તેનુ તો ભાન નથી…લો આ વ્હાઇટ કોટન પેન્ટ પહેરો…”
“હવે મારે ક્યાં રોજ રોજ સેલ્ફીઓ લઇને ફેસબુક માં અપલોડ કરવી છે?.. જે હોય તે ચાલે…”
તેના કહેવા મુજબ કપડા પહેરી તૈયાર થઇ બ્રેક ફાસ્ટ ટેબલ પર બેસતા કહયુ….
“ચાલ બહાર ઠંડી છે તો હોટ કોફિ આપી દે….”
“બેસો છાનામાના…. સવારે ઉઠીને એક્સરસાઇઝ તો કરી નથી… ને કોફિ પીવી છે!!!! આ લીંબુ પાણી પી લો…”
હાળુ ત્યારે આપણને યાદ આવે કે સવારે ડઘાઇ જવાનુ કારણ શોધવામાંજ એક્સરસાઇઝનુ શિડ્યુલ સિઝ થઇ ગયુ હતુ…
હવે લીંબુ પાણી પીતા પીતા…મજાકમાં કહીએ કે
“આમાં મિઠુને જીરાળુ સાથે મસાલોતો નાખવો જોઇએને!!!! ટેસ્ટ આવે…”
“હા…. હા…… તમને બહુ ટેસ્ટ જોઇએ છે, લીંબુ સરબત નથી પીતા.. લીંબુ મધ પીવો છો…ખબર નહીં “આરોગ્ય ધામ” ગ્રુપ કેમનુ ચલાવતા હશે….”
“ઓકે… જમવામાં શું બનાવવાનુ છે આજે???”
“કેમ?? ફેસબુક પર સ્ટેટ્સ અપડેટ કરવાનુ છે???”
“અરે ઘરમાં જમવાનુ હોય તો મારે એવુ સ્ટેટ્સ થોડુ લખાય છેકે … ગોઇંગ ટુ ડાઇનીંગ ટેબલ વિથ લવલી ફેમિલી… એન્ડ ઇટીગ દાળભાત, શાક રોટલી વિથ મરચા અથાણુ….”
“એ તો અમને ખબરજ છે કે આખી જીંદગી રસોડામાં કાઢીએ તોય અમને એપ્રિશિયેટ નહીં કરે…પણ પોતે એક વાનગી બનાવશે તોય ફેસબુક પર જાણે એમ મુકશે કે પોતેજ કાયમ રસોઇ બનાવતા હોય…અને ગ્રુપ પણ બનાવી નાખે “My city Street Food “.
“પણ લંચમાં શું બનાવવાની છે એજ પુછ્યુ છે…”
“બનાવવાનુ શું??? કાલના વઘારેલા મગ પડ્યા છે, સેન્ડવિચ સાથે ખાઇ લેજો…”
“અરે વઘારેલા મગ અને સેન્ડવિચ!!!! એવુ તે ખવાતુ હશે?”
“તો જાતે બનાવીને ખાઇ લેજો..જે ખાવુ હોય તે..યાશ્વી તો આજે સ્કુલમાંજ લંચ લેવાની છે, ને મારે મારી બેનના ઘેર જવાનુછે તો ત્યાંજ જમી લઇશ…”
“ઓહ, તો તમારે કોઇએ ઘેર નથી જમવાનુ એટલે આ બધુ બોલાય છે….. કાંઇ વાંધો નહીં હું પણ મારી સાળી ના ઘેર Sorry… sorry….તારી બેનના ઘરે આવીને જમી લઇશ…”
“ના હોં…. હવે એ બધુ બંધ… મને ખબર છે કાલે તમે પોસ્ટ મુકેલી “પારકે ભાણે મોટો લાડવો”.. હું બધુય સમજુ છંુ…. એ તો બોલતા નથી ત્યાં સુધી….”
“હમમમમમ… હવે સમજાયુ કે સવારથી આ બધુ શેનુ નાટક ચાલી રહ્યુ છે…. પણ સાંભળીલે હવે…..મેં એ પોસ્ટ કંઇક જુદા અર્થમાં મુકી હતીને ફ્રેન્ડ્સ બધા ઉંધુ લઇ બેઠા…”
“તમારા ફ્રેન્ડ્સ તો બધા સારાજ છે…. તમેજ બધુ ઉંધા અર્થ વાળુ મુકો છો… પછી એ બધા એવીજ કોમેન્ટ કરે ને!!!!”
“અરે ખરેખર…. જો ત્યાં ફરી વાંચજે…. મેં એક સિરીયસ કોમેન્ટ કરેલી છે કે બધા ઉંધુ લઇ બેઠા છે…”
“એ તો તમે વાત વાળવા એવુ લખ્યુ હશે…”
“અરે હવે તુ ઉંધુ વિચારે છે હોં…. અને પુછી જોજે મારી વ્હાલી સાળીને .. ઓહ સોરી તારી બહેનને અને તારી બધી બહેનપણીઓને કે મેં ક્યારેય એવુ ઉંધુ વિચાર્યુ છે તેમના માટે.??”
“તે તમે શું વિચારો તેની તેમને કેવી રીતે ખબર પડે??? મારી બહેનપણીઓ તો બધી પારેવા જેવી ભોળી છે..”
“તો તને કેવી રીતે ખબર પડી કે હું ઉંધુ વિચારુ છું?”
“હું તો ૨૨+૩, ૨૫ વરસથી તમારી સાથે રહુ છું… શું ચાલે છે તમારા મનમાં બધી ખબર પડે…”
“તો તારી બહેનપણીઓને કહે તેય મારી સાથે રહે તો મારા મનમાં ચાલતુ તેમનેય ખબર પડે…”
“હા જોયુ!!!! પારકે ભાણે મોટો લાડવોજ લાગે છે…રહો તો ખરા કોઇ બીજી સાથે? લાડવો ભાંગીને ચુરમુ બનાવી દઉં….”
“અરે ડાર્લીંગ મારે કોઇ સાથે નથી રહેવુ, તુ જ ઇનફ નથી તો બીજી ક્યાં લાવુ? મારે તો બસ તુ જ….”
“સારુ સારુ…. એ તો મનેય ખબર છે કે ખોટો સિકકો ક્યાંય ચાલે તેમ નથી..”
“એ…ય જો ખોટો સિક્કો ના કહે હોં….”
“સારુ બહુ મોટી નોટ છો તમે તો….. કોઇ વટાવી ના શકે…”
“હમમમમ હવે સમજી … ખોટી માથાકુટ કરતી હતી સવારની…”
“એ તો બીજુજ કારણ છે….”
“હેં???? એ વળી બીજુ કયુ કારણ???”
“ફેસબુકની બધી બહેનપણીઓને વુમન્સ ડેની વિશ કરાય…. પણ મને કરી…??”
“ઓ ત્તારી…. તને તો ગઇકાલે સવારમાંજ વિશ કરેલી… ભુલી ગઇ???”
“કંઇ ભુલી નથી…. એ તો રુબરુમાં વિશ કરેલુ… મારી પોસ્ટ પર તો કોઇ તમારી કોમેન્ટ નથી વિશની..”
“તો હવે મારે તને બધી વિશ ફેસબુક થ્રુ પણ કરવાની એમ?”
“હા સ્તો ગામ આખાને કરો ને મનેજ બાકી રાખી…”
“તો મૂળ વાત આ છે સવારના ગુસ્સાનુ….”
“હમમમમમ…”
“અરે ગંાડી…. એવુ હોય… જો તારુ ઇનબોક્ષ જો.. સરસ વિશ મેસેજ ગઇકાલેજ મોક્લ્યો છે…”
“સાચ્ચે….”
“તો શું મારે તો તુ જ એક છે જેને એપ્રિશિયેટ કરવાનુ હોય કે UN વાળા કહે તેના કરતાય વધારે હક્ક તને આપેલા છે”
“હા હોં… એ વાત સાચી… મારી બહેનપણીઓ પણ મને એવુજ કહેતી હતી…કે યુ આર લકી…”
“ઓહ..કઇ બહેનપણી કહેતી હતી?”
“હેય…..”
“હા…”
“તુ નહીં સુધરે…..”
“બહુ ભોળા તમે તો…..”
આગળ નુ પણ લખેલુ અહીં…. પણ સેન્સર કટ થઇ ગયુ… 😜
03/08/2017
સરસ છે.
LikeLike
આભાર
LikeLike
આભાર💐👍
LikeLike