
અમેરિકામાં હોટેલ એટલે એવી જગ્યા જ્યાં રહેવાની સુવિધા હોય અને ક્યાંક સાથે સાથે સવારે કોન્ટીનેન્ટલ બ્રેકફાસ્ટ (જે લગભગ તૈયાર પેકેટમાં જ મળતો હોય છે તે લાવીને બ્રેકફાસ્ટ એરિયામાં મુકી દેવાનો… હોટેલમાં રહેનારા પોતાની મેળે આવીને ત્યાં બ્રેકફાસ્ટ કરી લે.. અનલિમિટેડ…) અથવા કોઇ હોટેલમાં એવી સગવડ પણ હોય કે જ્યાં રહેનારા બ્રેક ફાસ્ટ એરિયામાં આવીને પોતાની મેળે ગરમ નાસ્તો- વફલ, પેન કેક, આમલેટ, દુધ -સિરીયલ, ડોનટ,બેગલ, ટોસ્ટ, બ્રેડ-બટર જેવુ… રો મટીરીયલ હોય તેમાંથી જોઇએ તેટલુ બનાવી લે… અથવા કોઇ હોટેલમાં બ્રેકફાસ્ટ એરિયામાં હોટેલનો જ કુક હોય તે રહેનારની ડિમાન્ડ પ્રમાણે જે નક્કી હોય તે ત્યાંજ નાસ્તો બનાવી આપે… આ બધુ સવારે ૬ થી ૯ સુધીજ હોય અને તેના પૈસા રહેવાના ચાર્જમાં ગણાઇ જ ગયા હોય, છતાં નાસ્તો અનલિમિટેડ હોય…. તો ક્યાંક તેના જુદા પૈસા આપવાના હોય…. તો અમુક હોટેલમાં અવી સગવડ ના પણ હોય… અને આવી સગવડ પ્રમાણે તેના જુદા જુદા ભાવ હોય છે….
પણ “હોટેલ” એટલે આપણે ઇન્ડિયામાં હોય છે તેમ ખાલી જમવાનીજ સગવડ આપે તેવુ નહીં… તેવી સગવડ આપે તેને અહીં રેસ્ટોરન્ટ કહે છે જે નાસ્તા જેવી આઇટમથી લઈને ફુલ જમવાનુ આપે…
મોટેલ એટલે મોટર+ હોટેલ=મોટેલ, જ્યાં રુમની બાજુમાં જ કે રુમની બહાર નીકળતા દરવાજાની સામે નજીકમાંજ કાર પાર્ક કરવાની વ્યવસ્થા હોય.
ઘણી હોટેલ માં પોતાના રેસ્ટોરન્ટ પણ હોય છે જ્યાં જુદા પૈસા આપીને સવાર-બપોર-સાંજ જમી શકાય છે.
ઘણી હોટેલમાં અપાતા બ્રેકફાસ્ટ કહેવા માટે ફ્રી હોય પણ રુમ ચાર્જમાં તેના પૈસા ગણાઇજ જાય… અને તેમાં ઓછામાં ઓછી ૪ આઇટમથી ૪૦ આઇટમ નાસ્તામાં હોય છે..અનલિમિટેડ…. જે લગભગ અમેરિકન આઇટમજ હોય છે. જ્યાં હોટેલમાં પેઇડ બ્રેકફાસ્ટની વ્યવસ્થા હોય ત્યાં ૧૦૦-૧૫૦ જેટલી આઇટમ હોય છે જે નક્કી કરેલા પૈસામાં અનલિમિટેડ હોય છે.
મોટેલ, હોટેલ, ઇન, સ્યુટ એન્ડ ઇન, સ્ટુડીયો, રિસોર્ટ, વેકેશન હોમ, આર.વી. (રિક્રીએશન વ્હિકલ) હોમ એવા જુદા જુદા પ્રકાર પણ હોય છે, અને તેમાંય ફ્રેન્ચાઇઝ અને નોન ફ્રેન્ચાઇઝ ( ઇન્ડીપેન્ડન્ટ) એવુ હોય છે… ગુજરાતી પટેલ હોટેલ મોટેલના બિઝનેશમાં વધારે છે (લગભગ ૮૦% હિસ્સો) એટલે હોટેલ-મોટેલ-પટેલ એમ એકબીજાના પર્યાય બની ગયા છે…
11/24/2014
hotel motel and resturant no tafavat aaje khabar padyo ……
good
LikeLike
😀💐👍👍
LikeLike