ફેસબુકીયો પ્રેમ

સિન-૧ : સવારમાં…..
“ચલો જાગો હવે…. હમણાં સાત વાગશે… લોકો ક્યારનાય આવી ગયા છે ફેસબુક પર…”

“ઓહ….. ઉભી રહે હું “ગુડ મોર્નિંગ” ની પોસ્ટ મુકી દઉં… પછી બ્રશ કરુ છંુ..”

“જો જો પહેલા મારી ગુડ મોર્નિંગની પોસ્ટ જોઇ લેજો…એક સરખી ના મુકાઇ જાય…”

“ના ના હું તો વોટ્સએપ માં આવલા મેેસેજ જ ફોરવર્ડ કરુ છુ… તારી પોસ્ટની કોપિ નથી કરતો.”

સિન -૨ : કલાક બાદ નાહી ધોઇને બ્રેકફાસ્ટ ટેબલ પર…

“આ જોયુ તે…. ચાર પાંચ જણા તો રાત્રેય સુતા લાગતા નથી… ફેસબુક પર જ હોય, જ્યારે જોઇએ ત્યારે..”

“હા, મને તો રોજ એ ચાર પાંચ જણા જ સહુથી પહેલા ગુડ મોર્નિંગ કહે છે…”

“એમ??? હાળા મારા પાકા ફ્ર્ેન્ડ છે તોય મારામાં ક્યારેય ગુડ મોર્નિંગ કહેવા ડોકાતા પણ નથી….”

“ના હોય!!!! પણ છે સારા … કાયમ મારા વખાણ જ કરતા હોય…”

સિન-૩ : લંચ ટાઇમ
“ડિશમાં બધુજ જરા વધારે પિરસજે… ફેસબુકમાં મુકવા ફોટા સારા આવે..”

“સારુ… પણ તમારા માટે મેં આ રોટલીના લોટ ના, કાચા સમારેલા શાકના, આ દાળ ચોખા ધોયા તેના, વઘાર કરતા, વણેલી રોટલીના એવા બધા ફોટા પાડી રાખ્યા છે… પહેલા એ પોસ્ટ કરજો… તમે બનાયુ એમ લાગે”

“હા, પણ આપણે સરખા ફોટા નથી મુકવાના… જરા જુદા જુદા એંગલથી લીધેલા, શાક ની બાજુમાં દાળ મુકેલા, પછી દાળની વાડકી કાઢીને શાકની બાજુમાં રોટલી મુકીને, કચુંબર ડાબી બાજુ મુકીને, પછી કચુંબર જમણી બાજુ મુકીને… એમ એકજ ડિશના જુદી જુદી ગોઠવણીથી ફોટા લેવાના… એટલે જુદુ જુદુ લાગે..”

“ઓકે મેં ગઇકાલે ભાત સાથેનો ફોટો મુકેલો, એટલે આજે વધેલા ભાત ને વઘારી નાખ્યા છે તે ફોટો હું નહીં મુકુ, ખબર પડી જાય બધાને… એ તમે મુકજો આજે..”

“એ પણ સારા સારા ફોટા મને મુકવા આપજે, તુ તો એંઠવાડનો ફોટો મુકીશ તોય લોકો વાહ વાહ કરતા તને ૫૦૦-૬૦૦ લાઇક ને કોમેન્ટ આપી દેશે… હું તો ઘરે બનાવેલી મલાઇ રબડીના ફોટા મુકુ તોય હાળા એવી કોમેન્ટ કરે કે દુધ ફાટી ગયુ હોય તેવુ કેમ દેખાય છે?”

“જોયુ…તમારા ફોટા પાડવાની લ્હાયમાં દાળમાં મિઠુ નાખવાનુ જ રહી ગયુ…”

“હવે ચાલે… ફોટામાં થોડી ખબર પડશે લોકોને???એતો જોરદાર વખાણ જ કરશે… ઉપર થોડુ કોથમિર નાખીને ડેકોરેટ કરી નાખજે ને.”

સિન-૪: બપોરે ત્રણ વાગે…

“ચાલ તો…. હું પેલો નવો સુટ પહેરી લઉ… બે ચાર ફોટા પાડી આપને!!!!”

“પણ પછી તમારે મારાય પાંચ છ ફોટા પાડી આપવાના… પેલો નવો ડ્રેસ પહેરી લેવા દો…”

“હવે તુ જુના ડ્રેસમાં ફોટા મુકીશ તોય ૧૦૦૦ જેટલી લાઇક તો લઇ જાય છે… નવા માં એટલીજ આવશે”

“તમને ખબર ના પડે… નવા ડ્રેસમાં ફોટા હોય તો મારી લેડીઝ ફ્રેન્ડને જેલસ થાય…”

સિન-૫ : ફોટો સેશન…

“હું આકાશ તરફ જોતો હોઉ તેવા ફોટા પાડજે”

“ના હોં… એવા આકાશ તરફ જોતા તમારા ફોટા જોઇને મારી બેનપણીઓ કહેતી હતી કે જીજુ હવામાન ખાતા માં કામ કરે છે?, એના કરતા પેલુ ગુલાબનુ ફુલ તોડતા હોય તેમ ઉભા રહો.. મારે કેપ્શન માં લખાય કે એ તો મારા માટે ગુલાબ તોડીને લાવે છે..”

“પણ દિકુ…… એવુ ગુલાબ તોડતા નહીં….. લાસ્ટ ટાઇમ એવો ફોટો મુકેલો તો લોકોએ મારામાં કોમેન્ટ કરેલી કે માળી કામ કરો છો???”

“સારુ તમને ફાવે તેમ ફોટા પડાવો…. જલદી કરો… મારાય ફોટા પાડવાના છે….”

“બકુ.. …. તું આ બાજુ વાળાની દિકરીને કેમ લઇ આવી?”

“અરે, તમે નહીં સમજો.. એની સાથે ફોટા હોય તો લોકો એનો ફોટો સમજીને મને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલે…”

સિન-૬ : સાંજ
“જુવો જુવો મારા ફોટા પર તો કેટલી બધી લાઇક કોમેન્ટ છે!!!!!”

“એમ, મારામાં તો માંડ દસ બાર કોમેન્ટ છે … એય મારી જ મજાક ઉડાવતી…”

“તમે પેલી સોનકીને બ્લોક કરો તો…. એ તમારી પોસ્ટ જોઇને મને કહે છે કે જમવાનુ તો જીજુ જ બનાવતા લાગે છે.. તુ તો નવરીજ બેસી રહેતી હોઇશ…”

“ના હોય, મને જીજુ કહે છે???? મારામાં તો હાય હેન્ડસમ.. ને એવી બધી કોમેન્ટ કરે છે એ સોનકી…”

“બસ, તમે પહેલા એને બ્લોક કરોજ હવે…”

“પણ તકલિફ તને છે, તુ બ્લોક કરને એ સોનકીને…”

“પણ બહેનપણી તો મારી છે… તમે બ્લોક કરો…”

“હવે બેનપણી ભલે તારી હોય… ફેસબુક પર તો પહેલા મેં શોધીને એડ કરેલી….”

“તમારી હગલી એ નથી આવવાની ખાવા બનાવવા…બ્લોક કરો તો…”

“ઓકે…. તો પછી તુ ય મારા ફ્રેન્ડને બ્લોક કર પહેલા.”

“હાય હાય… તો તો મને તમારી વાતો કોણ જણાવે?”

“હમમમમ, એમ કહે ને કે તને લાઇકો ઓછી મળે… એ બધાને બ્લોક કરે તો….”

“રહેવા દો હવે…… મને તો લાઇક આપનારા બહુ મળી રહેશે.. ૨૦૦૦ જેટલા તો મારા ફોલોઅર છે….”

“તમે કયા કયા વોટ્સ એપ ગ્રુપ માં છો?”

“કેમ? તારે શું કામ છે?”

“મારે જાણવુ છે કે મારી બેનપણીઓ નથી ને એ ગ્રુપમાં..”

“મેં તને પુછ્યુ કે તુ કયા કયા ગ્રુપમાં છે?”

સિન-૭: રાત્રે

“ગુડ નાઇટ….. આંખો માં અષાઢી મેઘ નુ કાજલ…હોઠો પર સિંદુરી સુરજની લાલી છે….”

“હેય…. આ શાયરી ક્યંા વાંચી???”

“કેમ? એમ જ….ફેસબુક પર જોઇ…”

“ના…. સાચુ કહો…. ફેસબુક પર તો આવુ ના જ હોય…”

“અરે!!! તુ આટલા કોન્ફીડન્સથી કેવી રીતે કહી શકે કે ફેસબુક પર ના હોય???”

“કીધુને…. ના હોય એટલે ના હોય.. બસ મને કહો ક્યાંથી જાણી?”

“નથી કહેવુ… કેમ આવી શાયરી તો બહુ હોય…”

“ના, ના જ હોય.. આની આગળ “હે ખુદા…. કહો કે આજે કોનુ નસીબ બદલવાનુ છે…” એવુ આવે….”

“હેં???? પણ હવે તુ કહે તને કેવી રીતે ખબર પડી કે આગળ આવુ આવે???”

“હેં??”

“હેં?”

“ઓહ નો……”

“ઓહ ગોડ…..”

“તો એ “મગજ” નામે તમારી ફેક આઈ ડી છે એમ ને!!…. જોયુ ને મારો વહેમ સાચો પડ્યો… તમે કોઇ બીજી ના પ્રેમમાં છો…. તમે મને પ્રેમ નથી કરતા પણ “માધુરિકા” ને પ્રેમ કરો છો….”

“ઓહ….. અને, “માધુરિકા” નામે તુ ફેક આઈ ડી ચલાવે છે એમ ને!! બાકી તને કેવી રીતે ખબર પડી કે હું “માધુરિકા” ને મેસેજ કરુ છંુ? તો તુ પણ બીજા ને…”

“બસ બસ હવે આગળ ના બોલશો… હું તો “મગજ” ની કવિતાઓ ને જ પ્રેમ કરુ છું…. મગજ ને નહીં…. ”

“તો હું પણ માધુરિકા ની શાયરીઓને જ પ્રેમ કરુ છું માધુરિકા ને નહીં…”

“પણ “માધુરિકા” તો હું છું… મને પ્રેમ નથી કરતા એમ ને!!!”

“એય મગજ…જો તને યાદ હોય તો…. મેં તો “મગજ” નામે એક વાર તને એટલે કે “માધુરિકા” ને કહેલુ કે “મગજ” ને પ્રેમ જેવુ કાંઇ હોતુ નથી…. અને એમ તો તુ પણ મગજને પ્રેમ કરેજ છે ને…..”

“હાય હાય તમારા સમ બસ હું તો તમને જ પ્રેમ કરુ છું…. અને તમનેય “મગજ” તરીકે યાદ હોવુ જોઇએ કે મેં “માધુરિકા” તરીકે કહેલુ કે હું તો ગાંડા ને એટલે કે “મગજ” વગરનાને પ્રેમ કરુ છું અને તે મારા માટે ગાંડો એટલે તમે જ….. અને હવે “મગજ” ને પ્રેમ કરવા લાગી છું….”

“હું પણ…. તને જ પ્રેમ કરુ છું… અને હવે “માધુરિકા” નેય પ્રેમ કરવા લાગ્યો છું.”

“મગજ”

“માધુરિકા”

“ગુડ નાઇટ”

“ઉભી રહે….. હવે તો આ વાત પર એક સ્ટે્્ટ્સ બને જ છે….. ઠપકારવા દે ફેસબુક પર….”

 

04/09/2017

25 Comments

    1. હાહાહાહાહા…..અરે અને બેય ના ફ્રેન્ડ્સ કોમન હોય ત્યાં બહુ સાચવીને પોસ્ટ કોમેન્ટ તો શું લાઇક પણ વિચારીને કરવી પડે…

      Liked by 1 person

    1. ઓહ….. ફેસબુક કોઇક વાર લાઇફ સુધારેછે તો ક્યારેક બગાડે પણ છે…. દુ:ખદ.
      અને વાંચવા બદલ આભાર💐

      Like

  1. તો પણ,, વાહ વાહ દાળ મસ્ત બની છે, કહેવાળા મળી જાશે ચાખયા વગર.

    મુકેશભાઈ, ,

    Like

    1. હાહાહાહાહા…… ખોટા વખાણ તો ફેસબુક પર જ જોવા મળે..😀😀💐💐…. અને આભાર… વાંચવા બદલ 🙏

      Like

  2. ઘરે ઘરે ફેસબુક અને વોટ્સ અપ ના ઝગડા થતા જ હોય છે…પેલા કરતા અત્યારે ઝગડા વધારે થાય છે આને લીધે…ગઈ કાલે જ મારા એક ફ્રેન્ડ નો ફોન આવેલા કે પત્નિ સાથે ઝઘડો થયો કે છે એ ટાઇમ આપતા નથી અને આખો દિવસ મોબાઈલ માં જ હોવ છો..તો એમને ફેસબુક અને વોટ્સએપ બન્ને બંધ કરી દિધા..તમાંરી પોસ્ટ જેવો વ પ્રેમાણ અંત આવે તો વાંધો નહીં બાકી ઘણા ખરાબ પરિણામો પણ ભોગવા પડે છે

    Like

    1. ખરુ… કહેવાય સોશિયલ મિડીયા ….. પણ સોશિયલ લાઇફ જ બગાડે છે….👍 BTW… Thanks…💐

      Like

  3. Facebook ni positive & negative side effects ni comparison karo toh negative effects vadhare j aavshe…
    Je pan aa story vaachshe e samji j jashe 😜👍
    Great story

    Like

  4. આતો ૨૦૧૭નો લેખ છે.. આજે ૨૦૧૯માં તો ફેસબુક અને વૉટ્સપવાળા લોકોતો ક્યાંના ક્યાં ….પહોંચી ગયા છે…!!!!! સાતમાં આસમાનથી પણ આગળ!!!!!!!

    Like

Leave a comment