ગ્રહણ

ગ્રહણની માનવ જીવન કે દરેક વ્યકિત પર અસર પડતી જ

હશે…. પણ ચુસ્ત બ્રાહ્મણ તેની સારી-નરસી અસરોને અવગણીનેય ગ્રહણમાં ખાસ પુજા પાઠ કરે જ છે…

આવા જ એક ગ્રહણ સમયે મારી ઉંમર લગભગ 7-8 વરસની હશે… ગ્રહણ સમયે કરવાની પુજા વિધી માટે આગલા દિવસે જ હું પપ્પા સાથે અમદાવાદથી નજીકના અમારા વતનના ગામે ગયો હતો…
બીજા દિવસે ગ્રહણ હોઇ અન્ય બ્રાહ્મણો સાથે પપ્પા, કાકા ગામના તળાવ કાંઠે આવેલા હનુમાન મંદિરે પુજા વિધી કરવા જવાના હતા…મનેય ત્યાંના બોર ના પાણીમાં ન્હાવાની મજા આવતી હોઇ સાથે લઈ ગયા…

હવે પુજા વિધી કરતા બોરના તાજા પાણીમાં ન્હાવામાં જ મને તો રસ હતો… એટલે એકબાજુ પુજા ચાલતી હતી અને હું બોરના નાના થાળામાં ન્હાવા પડ્યો…
કલાકેક ન્હાવા થી બરાબર ભુખ લાગી હશે અને અટપટી પુજામાં મારે જોવાનુ જ હોઇ, છેવટે ઘરે જવાનુ નક્કી કર્યુ… હનુમાન મંદિર થી તો તળાવની પાળે ગામ માં જવાનો સીધો અને પહોળો રસ્તો… બજારમાંથી પણ મુખ્ય રસ્તા પર જ ઘર આવે… એટલે એકલા જવામાં કોઇ વાંધો નહી….પાછો બપોરનો સમય. એટલે એકલો ઘરે જવા નીકળી પડ્યો…
ગ્રહણ હોઇ બજારમાં દુકાનો ખુલ્લી, પણ ખાસ કોઈ વસ્તી જોવા ના મળે…
ત્યાં જ સામેથી અલમસ્ત આખલો ઉભી બજારે ચાલતો આવે….. અમે લગભગ સામસામે આવી ગયા…આખલો મને જોતો ઉભો રહી ગયો…એટલે હુંય ગભરાયો…ને દોડીને રસ્તાની બાજુમાં હાઇસ્કુલના ઓટલા પર ચડી ગયો…ઓટલો એમ તો ચારેક ફુટ ઉંચો અને ત્રણેક ફુટ પહોળો…. ઓટલા પર ચડીને પણ હું તો ઉભો રહી ગયો….આખલો તો ઓટલા પાસે આવીને મારી નજીક આવ્યો…એટલે ગભરાટ માં જ મેં જોરથી રડવાનુ ચાલુ કર્યુ… રસ્તા પર કોઈ મળે નહીં… મને રડતો જોઈ કે એવો અવાજ સાંભળીને આખલો તો આગલા બે પગે ઓટલા પર ચડી આવ્યો… હવે ઓટલા પર મારાથી તો હલાય ચલાય પણ નહીં…. આખલો તો નાકમાંથી સુસવાટા બોલાવતો હતો… અને કુદીને ઓટલા પર આવવાની જ તૈયારીમાં….અને મને પણ લાગ્યુ કે આ ગ્રહણની પુજા જોવાનુ, અડધેથી છોડ્યુ, એટલે ગ્રહણ મને નડવાનુ જ છે…..

પણ આખલો કુદે તે પહેલા સામેના ઓટલે રહેતા એક ખોજા ભાઇ કુદીને પાસે આવી ગયા…મને ઉંચકીને, દોડીને તરત પાછા સામે ઓટલે પોતાના ઘરમાં લઇ ગયા… આખલો તો જતો રહ્યો પણ હું રડતોજ રહ્યો… થોડીવારે શાંત રહેતા પછી ઘરે જતો રહ્યો…
એ પછી જેટલી વાર ગામ જઉ તો એ ખોજા ભાઇના ઘર સામે જોતો ઉભો જ રહુ…

હવે તો ગામ જવાનુ બનતુ નથી… એટલે ખોજા ભાઇનુ ઘર જોવાતુ નથી… પણ જેટલા આવા ગ્રહણ આવે ત્યારે એ ખોજા ભાઇની યાદ આવી જ જાય છે. 06/22/2020

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s