About

મારા વિશે:
હું મુક્ત મન નો સામાન્ય ઘરેલુ વ્યક્તિ છું. મને ગમતુ નહીં પણ મને વાંચનારને ગમતુ લખવાની મારી સદાય કોશિષ રહી છે.
એકધારુ લખવા કરતા મને સંવાદ કરવા પસંદ છે, તેથી મારા લખાણમાં હું વાંચક સાથે સંવાદ કરતો હોઉ કે મારા લખાણમાં આવતા પાત્રો સંવાદ કરતા હોય તેવી શૈલી મને ગમે છે, ભલે સંવાદોમાં હું જ બોલતો હોઉ, તોય વાંચકને બોલવાની તક આપ્યા વગર, તેને બોલવાની જરુરજ ના રહે, પહેલી વારમાંજ સમજાઇ જતુ હોય તેમ લખવુ જોઇએ, તેવુ મારુ માનવુ છે.

સ્વભાવે વાચાળ અને ફરવાનો શોખ મને થકવી દે ત્યારે  સખત ભુખ લાગે છે, તેથી અવનવી વાનગીઓ બનાવવી અને આરોગવી તે પણ મારો શોખ છે.

સ્વાનુભવ પરથી લખવુ, જેથી સત્યની નજીક રહી શકાય. અને કડવા સત્ય ને મમળાવવા પ્રિય બનાવવા માટે મારી કલ્પનાના ઘોડા સતત ઉડ્યાજ કરતા હોય છે.

બસ આ જ ખાસિયત થી મારા વાંચકો મને પ્રેમ થી વાંચે છે.
– મુકેશ રાવલ

57 Comments

    1. Wow! અરે વાહ મુકેશભાઈ! અભિનંદન અભિનંદન અભિનંદન!
      આપનો બ્લોગ ખુબ જ લોકપ્રિય અને લોકભોગ્ય બને એવી શુભેચ્છાઓ! 💐💐

      Like

  1. ખૂબ સરસ. આ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

    Like

  2. ઘણા બધા વિષયો ઉપર તમારી કલમની પકડ તો જાણીતી જ છે, પણ જે વિષય ઉપર સૌથી વધુ પકડ છે એ ‘વાનગીઓ’નો વિભાગ કેમ નથી દેખાતો?!…

    Like

    1. એ પણ આવીજ રહ્યુ છે…. અને ફેસબુક પર તો પિરસાયજ છે એટલે લાગ્યુ કે બંને જગ્યાએ સાથે વાનગીઓ પિરસવાથી વાંચકોનુ વજન વધી જશે….😀😀😀😀

      Liked by 2 people

  3. વાહ વાહ મુકેશભૈ,
    ઢગલો અભિનંદન..
    હવે આપણા તો અહીંના ચક્કર પાકા..
    🙂

    Like

  4. અબ વિમર્શ ઈદર ઈચ બૈંઠકર હોગા બાકાયદા… ચચ્ચાજાન…!!! 😉☺👍

    Like

  5. આપ લેખક છો, કે બનવા જાવ છો, પણ એક ધ્યાન રાખજો કે કોઈ લેખક સારો બિઝનેસમેન બની નથી શકતો, એ લાગણીઓમાં દોરવાઈ જાય છે અને ધંધામાં ધ્યાન રહેતું નથી, — એટલે સાચવજો।
    આપણી લેખક તરીકેની કારકિર્દી ખુબ સફળ થાય એ જ શુભેચ્છા,

    Like

    1. હાહાહાહાા…..ખરુ….પણ બિઝનેશમાં એકવાર સફળ થઇ ગયા પછી લેખક બનવામાં વાંધો આવતો નથી… 😀👍💐
      આભાર આપની શુભેચ્છાઓ બદલ 😀💐💐🙏🙏

      Like

  6. બહુ સરસ. ..પોતાની છૂપાયેલી પ્રતિભા ઓળખી અને નવા સોપાન પર પગરણ…અભિનંદન. …

    Like

  7. વાહ ખુબજ સરળ અને સુંદર મુખપૃષ્ટઃ નું લેખન જ જો એવું સરસ છે
    જો આગળ સુ હશે ?
    તમારા બ્લોગ પરથી મને ખબર પડી કે તમે તો સારા લેખક નહિ પણ
    ઉચ્છકોટિના લેખક છો

    Like

    1. હાહાહાહા.. અરે યાર હજુ તો પા પા પગલી માંડુ છું ને ક્યાં ચણાના ઝાડે ચડાવો છો!!!!
      પણ… મુલાકાત બદલ આભાર 😀👍💐

      Like

  8. વાહ આપના આ બ્લોગની જાણકારી તો કાલે આપની સાથે વાત થયા પછી જ ખબર પડી…બસ લખતા રહો અને અમારા જેવા વાચકોને આપના વિચારોને મમળાવવાનો અવસર આપતા રહો.😊😊😊 ખૂબ ખૂબ શુભેચ્છાઓ💐💐💐

    Like

  9. ખુબ ખુબ અભિનંદન💐💐😁વ્યવહાર/વાણિજ્ય/રસોઈ હવે…લેખનકળા માં પણ ઉચ્ચકોટી ના સાબિત થાવ …તેવી શુભકામનાઓ💐😁👍🏻

    Like

  10. વાહ અદા આપનો બ્લોગ સદા સૌને સારા વિચારો પ્રદાન કરતો
    રહે તેવી શુભેચ્છાઓ

    જીલુભા

    Like

    1. આભાર🙏 આપ જેવા વાંચકોના આવા પ્રોત્સાહન અને અભિપ્રાય જ આવુ લખતા રહેવાની પ્રેરણા પુરી પાડે છે😀👍💐

      Like

  11. એક ફરિયાદ છે. આપના બ્લોગમાં રિબ્લોગની સગવડ નથી. જ્યારે આપની વાત રિબ્લોગ થાય ત્યારે તેના બ્લોગમાંથી વાચક તમારા બ્લોગમાં પ્રવેશી શકે અને બીજી પોસ્ટ પણ વાંચી શકે. તમારી વાત કોપી પેસ્ટ ન કરવી પડે.
    પ્રવીણ શાસ્ત્રી.

    Liked by 1 person

Leave a comment