મોબાઇલ_લાઇફ

આજે સવારે કારમાં બહાર જઇ રહ્યો હતો … એકાદ માઇલ જ દુર ગયો ને યાદ આવ્યુ કે મોબાઇલ તો ઘરે જ ભુલી ગયો છું… 😡🥵

એકવાર તો મન થઇ આવ્યુ કે ઘરે મોબાઇલથી ફોન કરી કહી દઉ કે “મને ફોન ના કરે.. કેમ કે મોબાઇલ તો ઘરેજ ભુલી ગયો છું…”😱🤗

મોબાઇલ યાદ આવવાનુ કારણ પણ એવુ જ હતુ કે કારમાં જ લાઇવ નેવિગેશન સિસ્ટમ હોવા છતાં મોબાઇલમાં રહેલી ગુગલની નેવિગેશન સિસ્ટમ વાપરવાની ટેવ પડી ગઇ છે…. 🗺

મોબાઇલ ઘરે ભુલી ગયાની જાણ થયા પછી થયુ કે આમ તો મારે ક્યાં મારા માટે મોબાઇલ વાપરવાનો હતો? આ તો વાઇફને જરુર પડે કે મારુ લાઇવ સ્ટેટ્સ ક્યાં છે તે જાણવા ફોન કરે… 📲🗾

આમેય કાર ડ્રાઇવ કરતા હું મોબાઇલ વાપરતો નથી… અરે મોબાઇલને કાર સાથે બ્લ્યુ ટુથ થી ઓટો કનેક્ટેડ થયો હોય તોય કોઇ સાથે વાત નથી કરતો પણ દુખ એ વાતનું થયુ કે મોબાઇલથી લાઇવ મોડ થઇ ને ફેસબુક મિત્રોને લાઇવ નજારો નહી બતાવી શકાય..😌📌📌

કારની ઇન્ટરનલ ડ્રાઇવ માં જ બે હજાર જેટલા સોંગ છે, પણ મોબાઇલ થી “ગાના” , “યુ ટ્યુબ” ,”હોટ સ્ટાર” કે “સ્પોટિફાય” જેવી એપ થી મ્યુઝિક નહીં માણી શકાય તેનો રંજ રહી ગયો….🎼🎧

બેંકનુ કામ પતાવીને તેની રિસીપ્ટને જોયા વગર ખિસ્સામાં મુકી દીધી અને મોબાઇલથી ટ્રાંઝેક્શન ચેક ના કરી શક્યો તેનુ દુખ થયુ…🏦💰💳

સ્ટારબક્સમાં જઇને કાયમ એક જ જાતની કોફિ ઓર્ડર કરુ છુ… તોય મોબાઇલ ઓર્ડર ના કરી શક્યો તે ખુંચ્યુ…..☕️🍮

કારમાં ગેસ પુરાવવાનો હતો… કાયમ જે ચાર પાંચ નક્કી કરેલા ગેસ સ્ટેશન છે ત્યાં જ રેટ જોયા વગર જ ગેસ ફીલ કરાવુ છું પણ આજે મોબાઇલ ભુલી ગયો હતો એટલે આજુબાજુ ક્યાં ગેસ સસ્તો છે તે જોવા “ગેસ ગુરુ” એપ મોબાઇલમાં ના જોઇ શકતા વધારે પૈસા ચુકવવા પડશે તે ખટક્યુ….. ⛽️

આમ તો ચાર પાંચ પોઇન્ટ નક્કી જ હોય છે કે જ્યાં મિત્રો કાયમ ભેગા મળતા હોય અને ત્યાં જઇએ એટલે બે ત્રણ મિત્રો તો મળી જ રહે, છતાં મોબાઇલની યાદ સતાવતી રહી કે મોબાઇલ હોત તો “Nearby friends” થી કોણ કોણ નજીકમાં છે તે જોઇ શકાત… 🤝🤝

ત્યાં ગયા પછી બાકીના મિત્રોને જાણ કરી બોલાવવા માટે હાજર મિત્રોના મોબાઇલ હતા જ, તોય મારો મોબાઇલ ઘરે રહી ગયો ને હું મારા મોબાઇલથી મિત્રોને જાણ નહી કરી શકુ તેને વસવસો થયો….📲

ઘરે જતા દિકરીને સ્કુલેથી પિકઅપ કરીને જ આવીશ તે વાઇફ જાણતી હોવા છતાં આજે તેનો મેસેજ વાઇફને નહી કરી શકાયો તે બહુ અજુગતુ લાગ્યુ… 🏫

દિકરીની સ્કુલમાં થોડી વાર હોય તો કાર ટીવી માં આમ તો ન્યુઝ ચેનલ જ જોતો હોંઉ છું પણ આજે મોબાઇલ ઘરે ભુલી ગયો હોઇ, પાર્કીંગલોટમાં બેસી ફેસબુક નહી જોઇ શકાય તેથી મન ખાટુ થઇ ગયુ….. 📺

એટલામાં દિકરી આવી ગઇ… સ્કુલબેગને પાછલી સિટ પર મુકતા તે બોલી..”ડેડ વ્હાય યોર મોબાઇલ ઇઝ હિયર?????” 💼

અને હું “ક્યાં?” એમ જોર થી બોલીને પાછલી સિટ પર મારા જેકેટ સાથે જ મુકી દીધેલા મોબાઇલ સામે તાકી રહ્યો!!!!!! ❤️💕

અને મનોમન બબડ્યો પણ ખરો… “મોબાઇલ વગર જીવી તો શકાય જ છે… બસ તેની યાદ આવતી રહે છે…”😜😜📱

01/24/2019

Leave a comment